ભાજપના અગ્રણી બી. એસ. યેદીયુરપ્પાએ કર્ણાટકના ૨૪મા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા છે. – સર્વોચ્ચ અદાલતે શપથ વિધી સામે મનાઇહુકમ આપવાનો ઇન્કાર કર્યો હતો.

ભાજપના અગ્રણી બી. એસ. યેદીયુરપ્પાએ કર્ણાટકના ૨૪મા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા છે.  રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ વિધી બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યેદીયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ વિશ્વાસનો મત ગૃહમાં જરૂર મેળવશે.

દરમિયાન સર્વોચ્ચ અદાલતે શપથ વિધી સામે મનાઇહુકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. અદાલતે ભાજપ સહિત પ્રતિવાદીઓને નોટીસ પાઠવીને તેમના પ્રતિભાવો રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, ભાજપ દ્વારા સરકાર રચના કરવા માટે દાવો કરતો રાજ્યપાલને લખાયેલો પત્ર અદાલતમાં રજૂ કરવામાં આવે.

સર્વોચ્ચ અદાલત કોંગ્રેસ અને જે.ડી.એસ. પક્ષે કર્ણાટકના રાજ્યપાલે યેદ્દીયુરપ્પાને સરકાર રચવા આપેલા આમંત્રણને પડકારતી અરજીની સુનવણી હાથ ધરી રહી હતી.

દરમિયાન કોંગ્રેસના Âલ્લકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ, અશોક ગહેલોત અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયા સહિતના આગેવાનોએ રાજ્ય સચિવાલય ઇમારત સામે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે દેખાવો કર્યા હતા. સિદ્ધરામૈયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેની કાયદેસર લડત ચાલુ રાખશે.

જનતા દળે સેક્યુલરના પ્રદેશ એકમના અધ્યક્ષ એચ.ડી. કુમારસ્વામીએ બિન ભાજપ પક્ષોના મમતા બેનરજી અને માયાવતી સહિતના આગેવાનોને ભાજપ સામે વિરોધ નોંધાવવાની અપીલ કરી છે.