ભાજપની સાતેય પાંખની રાષ્ટ્રીય કારોબારીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભાજપની તમામ સાત શાખાઓની રાષ્ટ્રીય કારોબારીને સંબોધન કરશે.

આગામી લોકસભાની ચૂંટણીના પગલે પક્ષમાં સંંવાદિ તા અને તાલમેળ જાળવવા માટે આ પ્રકારની આ સૌ પ્રથમ બેઠક યોજાઈ રહી છે, તેમાં ભાજપના અનુસૂચિત જાતિ અને જનજાતિ મોરચા, મહિલા પાંખ, યુવા મોરચો, કિસાન સંઘ, લઘુમતિ મોરચો અને અન્ય પછાત વર્ગ મોરચાના ૭૦૦થી ૮૦૦ પ્રતિનિધિઓ હાજર રહેશે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિત શાહ તેને સંબોધન કરશે. પ્રવક્તાએ જણાવ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પક્ષ દ્વારા લક્ષ્ય નિર્ધારીત કરીને જવાબદારી સોંપવામાં આવશે, તે દ્વારા કેન્દ્ર સરકારની કામગીરી અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.