ભારતે મહિલાઓ માટેની એશિયાઇ હોકી સ્પર્ધામાં મલેશિયાને ૩ – ૨ ગોલથી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતે કોરિયામાં રમાઇ રહેલ મહિલાઓ માટેની એશિયાઇ હોકી સ્પર્ધામાં મલેશિયાને ગોલથી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

સ્પર્ધામાં ભારતનો સતત ત્રીજા વિજય છે અગાઉ ભારતે જાપાન અને ચીનને પરાજય આપ્યો હતો. આવતીકાલે રમનારી અંતિમ પૂલ મેચમાં ભારત અને યજમાન કોરિયા વચ્ચે મુકાબલો થશે. જા કે અત્યારસુધીની મેચોમાં નવ અંકો અને મોખરાનું સ્થાન મેળવીને ભારતે રવિવારે યોજાનારી સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.

દરમિયાન આઇ.પી.એલ. ક્રિકેટ સ્પર્ધામાં બેંગાલુરૂમાં આજે રાત્રે આઠ વાગ્યાથી રમાનારી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે.