સર્વોચ્ચ અદાલતે કાવેરી નદીના જળ વિતરણની કામગીરી સરળ બનાવતી કાવેરી વ્યવસ્થાપન યોજના અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે.

સર્વોચ્ચ અદાલતે કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પુદ્દુચેરીને કાવેરી નદીના જળ વિતરણની કામગીરી સરળ બનાવતી કાવેરી વ્યવસ્થાપન યોજના અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે.

મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, કાવેરી યોજનાને આખરી ઓપ આપતા પહેલાં લાગતા વળગતાઓએ આપેલા સૂચનો ધ્યાનમાં લેવાશે.

અદાલત આવતીકાલે અથવા ૨૨ અથવા ૨૩મી મે ના રોજ તેનો ચુકાદો આપશે. સર્વોચ્ચ અદાલતે કાવેરી વ્યવસ્થાપન યોજનાના મુસદ્દામાં સંબંધિત રાજ્યોને કેન્દ્ર સરકાર નિર્દેશ આપી શકે તેવી જાગવાઇમાં સુધારો કરવાનો નિર્દેશ ગઇકાલે કેન્દ્ર સરકારને આપ્યો હતો.