જમ્મુ-કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં સેનાની એક ટુકડી પર હુમલા બાદ ગઈકાલે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે કેટલાક સમય સુધી ગોળીબાર ચાલ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં સેનાની એક ટુકડી પર હુમલા બાદ ગઈકાલે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે કેટલાક સમય સુધી ગોળીબાર ચાલ્યો હતો. જાકે આ ગોળીબારમાં કોઈના માર્યા ગયાના કે ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી. સુરક્ષા દળોએ આકાશવાણીને જણાવ્યું હતું કે, અજાણ્યા આતંકવાદીઓએ ગઈકાલે રાત્રે લગભગ દોઢ વાગે બોનિખાન હાજિન વિસ્તારમાં પસાર થઈ રહેલી સેનાની ટુકડી ઉપર હુમલો કર્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, આતંકવાદીઓ હુમલા બાદ સુરક્ષા દળોના ઘેરાને તોડીને ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. બંને તરફથી લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. કેન્દ્રએ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન સમગ્ર કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી રોકવાની જાહેરાત કરી હતી.