સર્વોચ્ચ અદાલત કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર બનાવવા અંગે પડકારતી કોંગ્રેસ અને જનતાદળ(એસ)ની અરજી પર આજે સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલત કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર બનાવવા અંગે પડકારતી કોંગ્રેસ અને જનતાદળ(એસ)ની અરજી પર આજે સુનાવણી કરશે. અદાલતે ગઈકાલે કરેલી સુનાવણીમાં બી.એસ.યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ લેવા પર પ્રતિબંધ લગાવવાની મનાઈ ફરમાવી હતી. ન્યાયમૂર્તિ એ.કે.સીકરીની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બનેલી પીઠે કહ્યું કે, શપથવિધિ અને સરકાર રચવાનો નિર્ણય અદાલત સામે દાખલ અરજીના નિર્ણય પર આધાર રાખશે. અદાલતે એમ પણ કહ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષકારોના જવાબ ઉપર પણ સુનાવણી થશે. અદાલતે ભારતીય જનતા પાર્ટી સહિત પક્ષકારોને નોટીસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યપાલને સરકાર રચવાનો દાવો કરતો મોકલવામાં આવેલ પત્ર પણ રજૂ કરવા જણાવ્યું છે.