સર્વોચ્ચ અદાલત કાવેરી યોજનાને આખરી ઓપ આપવા માટે આજે હુકમ સંભળાવી શકે છે.

સર્વોચ્ચ અદાલત કાવેરી યોજનાને આખરી ઓપ આપવા માટે આજે હુકમ સંભળાવી શકે છે. આ યોજનાથી ચાર દક્ષિણી રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, કેરલ અને પોંડિચેરી વચ્ચે સરળતાથી પાણીની વહેંચણી કરી શકાશે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે ગઈકાલે હુકમ સુરક્ષિત કરતા જણાવ્યું કે, તેઓ કાવેરી યોજનાને આખરી ઓપ આપતી વખતે તમામ પક્ષકારોના સૂચનો પર વિચાર કરશે. પીઠે એમ પણ કહ્યું કે, જા આજે શક્ય નહીં બને તો અદાલત ૨૨ કે ૨૩ મેના રોજ હુકમ ફરમાવશે. કર્ણાટક સરકાર તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને ગઈકાલે પોતાના સૂચનો રજૂ કર્યા. કાવેરી યોજનાને આખરી ઓપ આપવા માટે આ સૂચનો ધ્યાને લેવામાં આવશે. કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે અદાલતને જણાવ્યું કે, સરકારે આ યોજનાની જાગવાઈમાં સુધારો કર્યો છે, જેના દ્વારા પાણી વિતરણ મુદ્દે સમય સમય પર દિશા નિર્દેશોને જારી કરવા અધિકાર આપવામાં આવ્યો છે.