હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડું ‘સાગર’ને લઈને તામિલનાડુ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને લક્ષદ્વિપ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડું ‘સાગર’ને લઈને તામિલનાડુ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને લક્ષદ્વિપ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. હાલ આ ચક્રવાતી વાવાઝોડું અદનની ખાડી ઉપર કેન્દ્રીત છે. જ્યાંથી અદન શહેર ૩૯૦ કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વ દૂર છે અને ચક્રવાત ૫૬૦ કિલોમીટરની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. માછીમારોને આગામી આગામી ૪૮ કલાક દરમિયાન અદનની ખાડી અને આસપાસના પશ્ચિમ મધ્ય અને દક્ષિણ અરબ સાગરમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સમુદ્રની પરિÂસ્થતિને જાતા અદનની ખાડીમાં ઊંચા મોજા ઉછળશે અને આગામી ૨૪ કલાક દરમિયાન સમગ્ર જળ ક્ષેત્રમાં પરિÂસ્થતિ તોફાની રહેશે.