અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના રાષ્ટ્રપ્રમુખ કિમ જાંગ ઉને આજે સીંગાપુરમાં યોજાયેલી શિખર બેઠકમાં સુંયક્ત દસ્તાવેજ ઉત્તર હસ્તાક્ષર કર્યા છે

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના રાષ્ટ્રપ્રમુખ કિમ જાંગ ઉને આજે સીંગાપુરમાં યોજાયેલી શિખર બેઠકમાં અંતે સુંયક્ત દસ્તાવેજ ઉત્તર હસ્તાક્ષર કર્યા છે.

બેઠક બાદ પત્રકાર પરિષદમાં શ્રી ટ્રમ્પે કોઇપણ વિગતો આપ્યા વગર આ દસ્તાવેજને સર્વગ્રાહી દસ્તાવેજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોઇપણ વ્યÂક્તએ અપેક્ષા કરી હોય તે કરતા આ મંત્રણા સારી રીતે સંપન્ન થઇ હતી.

પરમાણુ શસ્ત્રથી મુÂક્ત અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું કે આ અંગેની પ્રક્રિયા તેઓ ટુંક સમયમાં શરૂ કરશે. તેમણે કહ્યું કે કોરીયા દ્વિપકલ્પ સાથેના સંબંધો હવે જુદા જ સ્વરૂપના હશે.

શ્રી ટ્ર્‌મ્પે કહ્યું કે બન્ને જણાએ ભૂતકાળને પાછળ રાખવાનો નિર્ણય લીધો છે અને સમગ્ર વિશ્વ આ પરિવર્તન જાશે. અમેરીકા અને ઉત્તર કોરીયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવાના હેતુથી યોજાયેલ પ્રતિનિધિ સ્તરની વાતચીત પહેલા, શ્રી ટ્રમ્પ અને શ્રી કિમે ૪૫ મીનીટ સુધી વન – ટુ – વન એટલે કે સીધી વાતચીત કરી હતી.

આ બેઠક પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ડોલાન્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક બેઠક સંપૂર્ણ સફળ થશે, તેવી આશા વ્યક્ત કરી હતી.

શ્રી કિમે પણ કહ્યું હતું કે આ બેઠક યોજવા પહેલા ઘણાં અવરોધો ઉભા થયા  હતા, જા કે તેમણે આ અવરોધો દૂર કર્યા છે.