કેન્દ્રિય ગૃહમંત્રાલયે માઓવાદીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ઘડેલા કાવત્રાની જાણ થતા તેમની સુરક્ષા વધારવાનાં આદેશ આપ્યા છે.

કેન્દ્રિય  ગૃહમંત્રાલયે માઓવાદીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ઘડેલા  કાવત્રાની જાણ થતા  તેમની સુરક્ષા વધારવાનાં આદેશ આપ્યા છે. ગૃહમંત્રી રાજનાથસિંહે અન્ય એજન્સીઓ સાથે મળીને આ દિશામાં આવશ્યક પગલાં લેવાનાં નિર્દેશ આપ્યા છે. તેમણે ગઇકાલે પ્રધાનમંત્રીશ્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, ગૃહ સચિવ રાજીવ ગૌબા એન ગુપ્તચર વિભાગના વડા રાજીવ જૈન સાથે ઉચ્ચ સ્તરિય બેઠક કરી હતી.