બ્રિટને ભારતની અદાલતો અથવા સંસ્થાઓએ ભાગેડુ જાહેર કરેલાઓને ભારત પરત મોકલવા માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.

બ્રિટને ભારતની અદાલતો અથવા સંસ્થાઓએ ભાગેડુ જાહેર કરેલાઓને ભારત પરત મોકલવા માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. ગઇકાલે દિલ્હીમાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજીજુએ યુ.કે.ના ઉગ્રવાદ વિરોધી રાજયમંત્રી બેરોનેસ વિલયમ્સ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુ.કે.ના મંત્રીએ તેમને જણાવ્યું છે કે, અન્ય દેશોના જુદા – જુદા ગુનેગારોએ બ્રિટનને સુરક્ષિત સ્થળ તરીકે જાવું જાઇએ નહીં. શ્રી બેરોનેસ વિલિયમ્સે કહ્યું હતું કે વિજય માલ્યાનાં પ્રત્યાર્પણનો કેસ યોગ્ય કાનૂની ચેનલ દ્વારા આગળ વધી રહ્યો છે.

ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠકમાં ઉગ્રવાદ સામેની લડત, પ્રત્યાર્પણ, ગુનેગારોની માહિતી અંગેનું આદાન – પ્રદાન જેવી બાબતો અંગે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.