સરકારે ગામડાઓમાં પાંચ હજાર વાઈફાઈ ચૌપાલ્સ શરૂ કર્યા અને રેલ્વેની ટિકિટો પહોંચાડતા સામાન્ય સેવા કેન્દ્રોની પણ શરૂઆત કરાવી .

માહિતી તકનીક મંત્રી રવિશંકર પ્રસાદે ગઈકાલે ગામડાઓમાં પાંચ હજાર વાઈફાઈ ચૌપાલ્સ શરૂ કર્યા હતા અને નવી દિલ્હીમાં રેલ્વેની ટિકિટો પહોંચાડતા સામાન્ય સેવા કેન્દ્રોની પણ શરૂઆત કરાવી હતી. આ નિર્ણય પાછળનો  મુખ્ય હેતુ ગ્રામ વિસ્તારોને ઈન્ટરનેટ જાડાણ સાથે જાડવાનો છે. વાઈફાઈ ચૌપાલ્સ ગ્રામ્ય વિસ્તારના  લોકોને વિવિધ ડિજીટલ વ્યવહારો માટે અસરકારક ઈન્ટરનેટ જાડાણ આપશે.

રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સી.એસ.સી. ડિજીટલાઇઝેશનની સામુહિક હિલચાલ ચલાવી રહી છે. જેનાથી સામાન્ય માણસનું

આભાર – નિહારીકા રવિયા  સશÂક્તકરણ કરવામાં મદદ મળે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રીએ સિંગાપોરમાં સી.એસ.સી.ના પ્રયત્નોની પ્રશંસા કરી હતી જે બધા જ ગ્રામીણ ક્ષેત્રોના ઉદ્યમીઓ માટેના સામાન્ય સેવા કેન્દ્રોની માન્યતા છે.

શ્રી પ્રસાદે જાહેરાત કરી હતી કે, આ મહિનાની ૧૫ મીએ પ્રધાનમંત્રીશ્રી સી.એસ.સી. – વી.એલ.ઇ. ને સંબોધશે.