અમેરીકાએ ૯૩ કરોડ ડોલરના છ અપાચે હેલીકોપ્ટર ભારતને આપવા મંજુરી આપ

અમેરિકાએ ભારત સાથે એએચ૬૪ પ્રકારના અપાચે હેલીકોપ્ટરના સોદાને મંજુર કર્યો છે. મેરીકાની સરકારે કરાર કોંગ્રેસને મંજુરી માટે મોકલી આપ્યો છે. અગાઉ બોઈંગ અને તાતા વચ્ચે કરાર થયા હતા. પરંતુ હવે તૈયાર હેલિકોપ્ટર અમેરીકા પુરા પાડશે. તેમાં ૯૩ કરોડ ડોલરના ખર્ચે લોકહીડ માર્ટી, જનરલ ઈલેકટ્રીક અને રેથિઓન કંપનીઓ સાથે કરાર થયા છે. હેલીકોપ્ટર ઉપરાંત રાત્રી દૃષ્ટીના સેન્સર્સ, જીપીએસ માર્ગ દર્શન અને હવામાંથી પ્રહાર કરી શકે તેવા હેલફાયર મિસાઈલનો પણ સમાવેશ થાય છે. અપાચે હેલીકોપ્ટર ભારતને જમીન પરના હુમલાઓ સામે રક્ષણ આપશે.