એક બેલ્ટ એક રોડ મુદે ભારતનું વલણ

ચીનના કવીંગદાઓમાં તાજેતરમાં શાંઘાઈ સહકાર સંગઠનની બેઠક મળી અને તેમાં તમામ સભ્ય દેશોના વડા હાજર રહયાં હતા. પ્રાદેશિક સહકાર અને આર્થિક બાબતોની ચર્ચા દરમિયાન ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ એક બેલ્ટ એક રોડને ટેકો આપવાની બાબતે ભારત અળગું રહયું છે. આ અંંગે બહાર પાડવામાં આવેલા સંયુકત નિવેદનમાં આ પ્રોજેકટના સહયોગી દેશોમાંથી ભારતનું નામ અલગ રાખવામાં આવ્યું હતું. જા કે એક બેલ્ટ એક માર્ગ અંગેના પ્રોજેકટમાં ભારતનું વલણ પહેલેથી ખુબ જ સ્પષ્ટ રહયું છે અને ભારતે તેનો વિરોધ કર્યો છે. ભારતે ચીનને સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત આ પ્રોજેકટમાં જાડાવા ઈચ્છતું નથી. પરંતુ ચીન સાથેના જાડાણના પ્રશ્નોમાં મહત્વપુર્ણ મંત્રણાઓ માટે તૈયાર છે.

ભારતનું આ વલણ ખુબ જ વાજબી છે અને તેના પ્રમુખ કારણો પણ છે. આપણે માનીએ છીએ કે કોઈપણ પ્રોજેકટના કારણોસર કોઈ પ્રદેશના સાર્વભૌમત્વને અસર ન થવી જાઈએ. એક બેલટ એક માર્ગનો આ પ્રોજેકટ ચીન-પાકિસ્તાન આર્થિક પથના ભાગરૂપે છે અને તે ચીનનો મહત્વપુર્ણ પ્રોજેકટ છે. ચીનના ઝીંઝીઆંગ પ્રાંતના શહેર કાશગરને પાકિસ્તાનના ગ્વાદર બંદર સાથે જાડતા આ પ્રોજેકટનો મુખ્ય માર્ગ પાકીસ્તાન હસ્તકના કાશ્મીરમાં થઈને પસાર થાય છે. એટલે ભારતને તેનો વાંધો છે. ભારત માને છે કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર એ ભારતના અંતરંગ પ્રદેશ છે અને તેના પર ભારતની સર્વોપરિતા તથા સાર્વભૌમત્વ જાડાયેલું છે. તે રીતે આ સંવેદનશીલ પ્રદેશ છે ત્યારે ચીન તેમાંથી માર્ગ પસાર કરે એ કેટલી દ્રષ્ટીએ યોગ્ય છે. ભારતની અખંડીતતાની સામેના પ્રશ્નો તેમાં જાડાયેલા છે.

ભારતે જણાવ્યું છે કે એક બેલ્ટ એક માર્ગ પ્રોજેકટમાં પારદર્શકતાનો અભાવ છે. તેના અમલીકરણ, કાનુની જાગવાઈઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સામે ભારતે અગાઉ વાંધા દર્શાવેલા છે. ખાસ કરીને તેના જાડાણના પ્રશ્નોમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી પસાર થતો માર્ગએ મુખ્ય વાંધો છે. જે દેશો ચીન પાસેથી ધિરાણ લઈ ચુકયા છે અને તે નાણાં પાછાં ચુકવવાની ક્ષમતા ન હોય ત્યારે તેમણે આ પ્રોજેકટ હેઠળ જમીન ફાળવીને નાણાંકીય વ્યવહાર કર્યો છે. આ માટે કેટલાક દેશોને દબાણ પણ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે શ્રીલંકાએ તેની હમ્બનતોતા બંદર ચીનને લોનની પરત ચુકવણીના હિસાબ પેટે ૯૯ વર્ષના ભાડા પટૃ આપ્યું છે. તેણે કરેલા કરાર અનુસાર આ બંદર પર ચીન દ્વારા મેળવવામાં આવેલી આવક પર કરારહત આપવામાં આવી છે. તે રાહત પણ ૩ર વર્ષના ગાળા માટે જાહેર કરાયેલી છે.

ચીન શ્રીલંકાને ૩૦ કરોડ ડોલર ચુકવી રહયું છે અને તે દ્વારા શ્રીલંકા તેના બાકી લેણા આપી રહયું છે. ભારતે અન્ય કેટલીક બાબતોની પણ સ્પષ્ટતા કરેલી છે. આ પ્રકારના મોટા પ્રોજેકટમાં પર્યાવરણ અને પરિÂસ્થતિને લગતી સુરક્ષા પણ થવી જાઈએ અને પારદર્શકતા જાળવાવી જાઈએ. જાડાણ ધરાવતાં પ્રોજેકટોની યોગ્ય સમીક્ષા થવી જાઈએ અને ટેકનોલોજી સ્થળાંતર દરમિયાન ધ્યાન અપાવું જાઈએ. એટલે કે સંતુલન જાળવવું જાઈએ અને તમામને એક સરખા આર્થિક લાભ મળે તે જરૂરી છે. ૧૩મે – ર૦૧૭માં ભારતે કડક શબ્દોમાં એક બેલટ એક માર્ગ પ્રોજેકટની ટીકા કરી હતી અને તેમાં મોટા મુદૃઓ રજુ કર્યા હતા.

એક બેલ્ટ એક માર્ગ પ્રોજેકટના અમલ માટે ચીન પોતાની સત્તાઓનો પણ ઉપયોગ કરે છે અને અન્ય દેશોને તેમાં જાડાવા તૈયાર કરે છે. આ ઉપરાંત ઘણા દેશોને વચનો પણ આપવામાં આવ્યા છે. તેથી માળખાકીય સગવડોનો વિકાસ અને રોજગારી, અર્થતંત્રનો વિકાસ તથા સામાજિક લાભ જેવી બાબતોની અપેક્ષા ઉભી કરી છે. મ્યાંમાર, પાકીસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાં સ્થાનિક લોકોએ પડકાર ઉભા કર્યા છે અને આ પ્રોજેકટની સ્થાનિક અસરો સામે વાંધો દર્શાવ્યો છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થાનિક લોકોએ આ પ્રોજેકટ એક મોટો ભ્રષ્ટાચાર તરીકે ગણાવ્યો છે. આ સંજાગોમાં ભારતે ઉભા કરેલા વાંધા યોગ્ય છે.

ભારતે ઉભા કરેલા પ્રશ્નો અન્ય દેશોએ પણ કરવા જાઈએ તે ચીનના આ પ્રોજેકટનો વિરોધ નથી પરંતુ ચીન સાથે રચનાત્મક રીતે જાડાતા હોય ત્યારે કરવી પડતી સ્પષ્ટતા છે. આ પ્રોજેકટ તમામ દેશો માટે કેટલો ઉપયોગી છે તે પણ મહત્વનો પ્રશ્નાર્થ છે. ભારત માટે સરહદ પર ઉભો થતો આ પ્રશ્ન હોવાથી તેનો સ્પષ્ટ વિરોધ દર્શાવવો જરૂરી બને છે.