એનડીએ સરકારની અગ્રણી યોજનાઓની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ મંત્રીમંડળની બેઠક બોલાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બોલાવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં શ્રી મોદી એનડીએ સરકારની મુખ્ય યોજનાઓ અને તે સંબંધી કાર્યોની પ્રગતિ અંગેની સમીક્ષા કરશે. બધા કેન્દ્રીય મંત્રીઓને બેઠકમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. બેઠક સંસદ ભવનમાં યોજાશે. બેઠકમાં ખેડુતોની સમસ્યાઓ પર ચર્ચા વીચારણા થઈ શકે છે. સરકાર વિવિધ ઉપાયોના માધ્યમથી તેમને રાહત પ્રદાન કરવાનો પ્રયાસ કરશે. અન્ય યોજનાઓ ઉપરાંત પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સ્ટાર્ટઅપ ઋણ યોજના અને મુદ્રા યોજનાની પણ સમીક્ષા થઈ શકે છે.