એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે પટણામાં લાલુ પ્રસાદ યાદવ પરીવારની કંપનીઓના અગીયાર પ્લોટ જપ્ત કર્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની કંપનીના પટણામાં ૧૧ પ્લોટ જપ્ત કર્યા છે. તાજેતરમાં ગેરકાનૂની નાણાં વ્યવહાર અદાલતે તેને મંજૂરી આપી હતી. પ્લોટ બહાર મોટું બોર્ડ લગાવી નોટિસ મૂકવામાં આવી છે. પટણાના દાનાપુર વિસ્તારમાં અંદાજે ત્રણ એકર જેટલી જમીન છે. ગયા જુલાઈમાં લાલુપ્રસાદ અને તેના પરિવારજનો સામે કેસ નોંધવામાં આવ્યો છે.