જમ્મુ-કાશ્મીરમાં સાંબા જિલ્લા સરહદે પાકીસ્તાની ગોળીબારમાં બીએસએફના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જવાનો શહીદ થયા.

જમ્મુ અને કાશ્મીરમાં સાંબા જિલ્લામાં ગઈ રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાતાં બીએસએફના મદદનીશ કમાન્ડન્ટ સહિત ચાર બીએસએફના જવાન શહીદ થયા છે. તો પાંચ જવાન ઘાયલ થયા છે. બીએસએફના સુત્રોએ આકાશવાણીને જણાવ્યા પ્રમાણે રાત્રે ૧૦ વાગે ગઈકાલે પાકિસ્તાની સેના દ્વારા સરહદ પારથી રમાગઢ સેકટરમાં ચામલીયાલ અને નારાયણપુરની બીએસએફની ટુકડીઓ પર ઉશ્કેરણી જનક ગોળીબાર થઈ રહયાં હતા. પાકીસ્તાની સેના દ્વારા કરાયેલા ગોળીબારના કારણે ભારતમાં સરહદે પોતાની જગા પર રક્ષા કરતા બીએસએફના જવાનો શહીદ થયા હતા અને કેટલાક ઘવાયા હતા. સરહદ સુરક્ષા દળના જવાનોની અન્ય ટુકડી સ્થળ પર બદલીને સામસામા ગોળીબાર મધરાત્રે બે વાગ્યા સુધી ચાલુ રહયાં હતા.