પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મધ્યમ આવક જુથને વ્યાજ સહાય માટે સરકારે ભોયતળિયા વિસ્તાર મર્યાદામાં વધારો કર્યો છે.

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મધ્યમ આવક જૂથને ધિરાણ આધારિત સબસિડી યોજનાના લાભ માટે ભોંયતળિયાના વિસ્તારમાં સુધારા કર્યા છે. તે અનુસાર મધ્યમ આવક જૂથએક માટે ભોંયતળિયાનો વિસ્તાર ૧૨૦ ચોરસ મીટરથી વધારીને ૧૬૦ ચોરસ મીટર કર્યો છે. તથા મધ્યમ આવક જૂથબે માટેનો વિસ્તાર ૧૫૦ ચોરસ મીટરથી વધારીને ૨૦૦ ચોરસમીટર કર્યો છે.

બાંધકામ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેનો મહત્વનો નિર્ણય છે અને તેથી આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે.