રશિયામાં રમાઈ રહેલા ઉમા ખાનોવ સ્મૃતિ ટુર્નામેન્ટમાં ભારતીય મુકકાબાજાએ એક સુવર્ણ અને બે રજત ચંંદ્રક જીત્યા.

રશિયાના કાસ્પીસ્કમાં રમાઈ રહેલી ઉમાખાનોવ સ્મૃતિ ટુર્નામેન્ટમાં ભારતીય મુકકાબાજાએ એક સુવર્ણ ચંદ્રક અને બે રજત ચંદ્રક મેળવ્યા છે. ૭પ કીલોગ્રામ કેટેગરીમાં સ્વીટી લોરાએ સુવર્ણ ચંદ્રક મેળ્વયો. પુરૂષોના વિભાગમાં ૮૧ કિલોગ્રામ કેટેગરીમાં બ્રિજેશ યાદવ અને ૯૧ કીલોમીટર કેટેગરીમાં વિરેન્દ્ર કુમારે રજતચંદ્રક મેળવ્યો છે. સ્થાનિક મુકકાબાજા મુરાદ રાબદાનોવ અને સ્વીડનના એલેકઝાન્ડર વાલબાલેને સુવર્ણચંદ્રક મળ્યો છે. અગાઉ ભારતને ચાર કાંસ્યચંદ્રક મળ્યા છે.