અને આજે સાંજે ફીફા વિશ્વકપનો મોસ્કોમાં આરંભ થશે. રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે પ્રથમ મેચ રમાશે.

રશિયાની રાજધાની મોસ્કોમાં આજે સાંજથી રંગારંગ રીતે ફીફા ફૂટબોલ વિશ્વકપનો આરંભ થશે, તેમાં જુદા જુદા આઠ જૂથોમાં ૩૨ દેશોની ટીમ ભાગ લઈ રહી છે. એક મહિનો ચાલનારી વિશ્વકપ સ્પર્ધામાં ગયા વર્ષે જર્મની ચેમ્પીયન બન્યું હતું, તો પાંચ વાર વિજેતા બનેલ બ્રાઝીલ પણ હરીફાઈમાં છે. ખેલાડીઓમાં આર્જેન્ટીનાનો લીઓનલ મેસ્સી, પોર્ટુગીઝનો ક્રીસ્ટીઆનો રોનાલ્ડો, ઈજીપ્તનો મહંમદ સાલેહ મુખ્ય છે. શરૂઆતમાં રાત્રે સાડા આઠ વાગે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે જૂથએની મેચ રમાશે. રોબી વિલિયમ્સ અને સોપ્રાનો ગારીફુલીનાના સંગીતમય રંગારંગ કાર્યક્રમથઈ લુઝાનીકી સ્ટેડિયમમાં વિધિવત રીતે મેચનો આરંભ થશે.