અફઘાન તાલિબાનનો યુદ્ધ વિરામ અને તેનો સુચિતાર્થ

અફઘાન સરકાર અને બળવાખોર તાલીબાન નેતાઓએ ઈદ-ઉલ-ફિત્રના આવી રહેલા પવિત્ર તહેવારની રજાઓને અનુલક્ષીને કામ ચલાઉ યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. અફઘાન સરકારે કહ્યું છે કે, તેઓ ૧૨થી ૨૦ જૂન દરમિયાન આક્રમણો રોકી દેશે અને તાલિબાનોએ પણ ૧૫થી ૧૮ જૂન દરમિયાન યુદ્ધ વિરામ કરવાની જાહેરાત કરી છે. અફઘાન સરકારે જાહેર કરેલા યુદ્ધ વિરામમાં વિદેશી ત્રાસવાદી જૂથો, સ્થાનિક દાયેશ અને અલકાયદા સામેની લડાઈનો પણ સમાવેશ થાય છે. જાકે અફઘાનિસ્તાનમાં એક ત્રાસવાદી હુમલામાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ૫૦ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

તાલિબાનોએ જણાવ્યું છે કે, આ યુદ્ધ વિરામ અમેરિકાના નેતૃત્વમાં લડી રહેલા નાટોના સૈન્ય દળ સામે નહીં લેવામાં આવેલ. અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકાના નેતૃત્વમાં નાટોના દળની લગભગ ૧૫૦૦ જેટલી ટુકડીઓ હાલ અફઘાનિસ્તાનમાં છે. તાલિબાનોએ તેમ જણાવ્યું હતું કે, તેઓ આત્મરક્ષા માટે આ યુદ્ધ વિરામનો ભંગ પણ કરી શકે છે. સતત ૧૬ વર્ષથી ચાલી રહેલા આ વિવાદ બાદ જાકે પ્રથમ વખત અફઘાનિસ્તાન સરકાર અને બળવાખોર તાલિબાનો વચ્ચે યુદ્ધ વિરામ લેવામાં આવ્યો છે. યુદ્ધ વિરામના આ નિર્ણયનો બંને પક્ષ અમલ કરી રહ્યા છે, જેને આવનારા સમયમાં શાંતિ વાર્તાની સંભાવના જાતા એક અભૂતપૂર્વ પગલું માનવામાં આવે છે. ભારત અફઘાનિસ્તાનને ફરી બેઠુ કરવા માટે ઘણા વ્યૂહાત્મક પગલાં લઈ રહ્યું છે અને તાલિબાન બળવા ખોરોના હુમલાઓને ખાળવામાં પણ ભારત અફઘાનિસ્તાનને સતત મદદ કરી રહ્યું છે. ભારત યુદ્ધ વિરામ દરમિયાન કેટલીક વણઉકેલાયેલી સમસ્યાઓનું સમાધાન સધાય તે માટે પણ આતુરતા પૂર્વક રાહ જાઈ રહ્યું છે.

ભારતે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીની તાલિબાન બળવાખોરો સાથેની સીધી વાતચીતને આવકારી છે, પરંતુ ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ત્રાસવાદની સમસ્યા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ભારતે કહ્યું છે કે, હિંસાત્મક ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને ત્રાસવાદને ભંડોળ પુરુ પાડતા તત્વો સામે કડક પગલા લેવામાં આવશે. વર્ષ ૨૦૦૧ પછી અમેરિકી દળોની અફઘાનિસ્તાનમાં થઈ રહેલી દરમિયાન ગીરી બાદ તાલિબાન બળવાખોરો પ્રથમ વખત ઈદના તહેવારને અનુલક્ષીને યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે.

ફેબ્રુઆરી માસમાં અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આખરે તાલીબાનોને રાજકીય ઓળખ આપવાના મુકેલા પ્રસ્તાવને આગામી સમયમાં શાંતિ વાર્તા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ ઘાનીએ યુદ્ધ વિરામના મુકેલા આશ્ચર્યજનક પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ શાંતિ સ્થાપવાનો છે અને તેઓ અને તેમના ટેકેદારો એ બાબત સ્પષ્ટ કરવા માંગે છે કે, કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ ક્યારેય ન હોઈ શકે. અફઘાન સરકારે વિશ્વ અને તાલીબાનોને એક સંદેશો આપ્યો છે કે, તેઓ આ સમસ્યાના સમાધાન માટે કોઈપણ પગલું ઉઠાવવા તૈયાર છે. તાજેતરમાં થયેલી કેટલીક પહેલ કે જેમાં ધાર્મિક વિદ્યવાનો સાથે ઈન્ડોશિયા અને કાબુલમાં યોજાયેલી બેઠક એ વાતને સમર્થન આપે છે કે, અફઘાન સરકાર અને તેના આંતરરાષ્ટ્રીય ટેકેદારો અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા આ વિવાદનો કોઈપણ ભોગે અંત લાવવા માટે ઉત્સુક છે.

બીજી તરફ તાલિબાનો અફઘાનિસ્તાનમાં શાસન કરવાના તથા ઈસ્લામ કાયદાઓ મુક્ત પણે લાગુ કરવાના મનસુબા સાથે કડવાશભરી લડત કરી રહ્યા છે. તાલીબાનો સ્થાપના વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સત્તા અને તાકાતમાં થયેલા વધારાને માણી રહ્યા છે. તાલીબાનોની ગ્રામીણ તથા પર્વતીય અફઘાન પર પકડ મજબુત બની છે, જ્યારે સરકાર વધુ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારો પર પકડ ધરાવે છે.

યુદ્ધ વિરામનો સમય ગાળો તાલીબાનીઓને તેના હિંસક અભિયાનનાં નકારાત્મક પરિણામોના અવલોકનો કરવાનો મોકો આપશે. જાકે હાલ આ તબક્કે તાલીબાનો સરકારની શાંતિ મત્રણાનો ભાગ બને તેવી શક્યતા ઓછી છે. તાલીબાનો તેમના સભ્યોને દૈશ જેવા આતંકી જૂથમાં મોકલી શકે છે.

જા અફઘાન સરકાર અને તાલીબાનો યુદ્ધ વિરામનો અમલ કરે તો આ બાબત બંને વચ્ચે વિશ્વાસ સધાવવાની શરૂઆત માટે મહત્વપૂર્ણ બની રહેશે.

યુદ્ધ વિરામના અમલથી તાલીબાનો તેમના બળવાખોર લડવૈયા અને દેશભરમાં આવેલા એકમોને કાબુમાં રાખી શકે છે તેમ પુરવાર થશે અને ભવિષ્યની વાટાઘાટોમાં તેઓ મહત્વનો ભાગ ભજવી શકે તેવો સંકેત મળશે. તાલિબાની નેતાઓએ કેદીઓને મુક્ત કરવાનું તથા તેમના પરીવારજનો સાથે સુરક્ષિત મુલાકાતનું પણ વચન આપ્યું છે, જે ખુબ જ આવકારદાયક બાબત છે.

ઈન્ડોનેશિયા અને સાઉદી અરબ જેવા ઈસ્લામીક દેશો શાંતિ મંત્રણામાં સામેલગીરી કરી રહ્યા છે. તેઓ વિશ્વાસનીય મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. જા હાલના યુદ્ધ વિરામને આંતરરાષ્ટ્રીય સમુદાયના મુત્સદીગીરીનું પીઠબળ મળે અને તાલીબાન અને સરકાર વચ્ચે શાંતિ જાડાણ થાય તો આ રીતે થઈ રહેલા બેવડા પ્રયાસોથી સંપૂર્ણ શાંતિ પ્રક્રિયા શરૂ થઈ શકે.

લેખકઃ ડાp.Âસ્મતા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક