પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ ઈ ન્ડયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ ઈÂન્ડયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ વાતચીત દૂરદર્શન સમાચાર અને નરેન્દ્ર મોદી એપ ઉપર ઉપલબ્ધ રહેશે.

શ્રી મોદીએ ટ્‌વીટ સંદેશામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રૌદ્યોગિકીની બદલાવ ક્ષમતા અસીમ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે વિભિન્ન ક્ષેત્રોમાં ખાસ કરીને ઝડપ અને પારદર્શિતા લાવવા માટે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કર્યો છે અને તેનાથી ગરીબોને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજની વાતચીતમાં પ્રધાનમંત્રી ગ્રામિણ ડિજીટલ સાક્ષરતા અભિયાન અને જનસેવા કેન્દ્રોના લાભાર્થીઓ, વિભિન્ન બીપીઓ સાથે જાડાયેલ લોકો અને માય જીઓવી વેબસાઈટના પરિશ્રમી સ્વયંસેવક પોતાના અનુભવ અને વિચાર રજૂ કરશે.

હાલમાં જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ, જનઔષધી પરિયોજના, ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ અને નવાચાર સાથે જાડાયેલાં ઉદ્યમીઓ સાથે વાતચીત કરી હતી.