પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના મુકતસર જિલ્લાના મલૌત ખાતે ખેડુત રેલીને સંબોધન કરશે. ખરીફ પાકના ટેકાના ભાવમાં કરાયેલા અભુતપુર્વ વધારાના સંદર્ભમાં પ્રધાનમંત્રીનો આભાર માનવા રેલી યોજવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબમાં મુકતસર જિલ્લાના મલૌત ખાતે ખેડુત કલ્યાણ રેલીને સંબોધન કરશે. ટવીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે દેશના કૃષિક્ષેત્રના વિકાસમાં પંજાબનું યોગદાન અમુલ્ય છે. લઘુત્તમ ટેકાના ભાવમાં સરકારે અભુતપુર્વ વધારો કર્યો છે તેના સમર્થનમાં આ રેલી યોજવામાં આવી છે. ભાજપ અને શિરોમણી અકાલી દળ દ્વારા આયોજીત આ રેલી અંગે અકાલીદળના પ્રમુખ સુખવીરસિંઘ બદલે જણાવ્યું કે પંજાબ, હરીયાણા અને રાજસ્થાનના ખેડુતો તેમાં ભાગ લેશે અને પડતર િંકંમતના પ૦ ટકા નફો આપતા ાવો અંગે ભલામણ કરતા સ્વામીનાથકી સમિતિના અહેવાલના અમલ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે મુકતસરમાં સલામતિ રૂટ બનાવવામાં આવી છે.