ફીફા વિશ્વ કપ સેમી ફાઇનલમાં ફ્રાન્સે બેલ્જીયમને એક – શૂન્યથી હરાવ્યું. આજે રાત્રે બીજી સેમીફાઇનલ ઇગ્લેન્ડ અને ગ્રોએશિયા વચ્ચે રમાશે

ફીફા વિશ્વકપમાં ગઈકાલે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ફ્રાન્સે બેલ્જીયમને એક-શુન્યથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ઈગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે બીજી સેમીફાઈનલ રમાવાની છે. આજની રમતમાં હારી ગયેલી ટીમ અને બેલ્જીયમ વચ્ચે શનિવારે મેચ રમાશે અને તેમાંથી ત્રીજા નંબરની ટીમ નકકી થશે. મોસ્કોમાં રાત્રે સાડા અગીયાર વાગે તે રમાશે તેના વિજેતા સામે રવિવારે મોસ્કોમાં ફ્રાન્સ ફાઈનલ રમશે.