રાજ્યસભાની કાર્યવાહીમાં વધુ પાંચ ભાષાઓને સમાવવામાં આવતાં સાંસદો ૨૨ ભાષામાં રજુઆત કરી શકશે.

૧૮ જુલાઈ થી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્રથી રાજયસભાના સાંસદો રર ભાષાઓ બોલી શકશે. રાજયસભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયાહ નાયડુએ જણાવ્યું કે ગઈકાલથી ડોગરી, કાશ્મીરી, કોંકણી, સાંથાલી અને સિંધી ભાષાની અનુવાદ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ અગાઉ ૧ર ભાષાની સુવિધા હતી અને બીજી પાંચ ભાષા માટે લોકસભાની સુવિધા સાથે સંકલન કરવામાં આવ્યું છે. શ્રી નાયડુએ કહયું કે તેમણે હંમેશા અનુભવ્યુ છે કે માતૃભાષા એ આપણી લાગણી અને વિચારો વિના અવરોધે રજુ કરવાનું માધ્યમ છે.