અમેરિકાના વિદેશમંત્રીની અણધારી અફઘાનિસ્તાન મુલાકાત

અમેરિકાના વિદેશમંત્રી શ્રી માઈક પોમ્પીયોએ તાજેતરમાં જ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની આક સ્મક મુલાકાત લીધી. આ અણધારી મુલાકાતે રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્ય ઉભું કર્યું છે અને અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં કોઈક આક સ્મક ગતિવિધિ થઈ રહી હોવાની આશંકા ઉભી કરી છે. શ્રી પોમ્પીયોએ અફઘાન પ્રમુખ અશરફઘાનીની તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળીને મહત્વપૂર્ણ ચર્ચા કરી હોવાનું અનુમાન છે. તેમણે ઉત્તર કોરિયા અને વિયેતનામની પણ મુલાકાત લીધી હતી. એપ્રિલ મહિનામાં અમેરિકાના વિદેશમંત્રી બન્યા બાદ તેમની આ સૌપ્રથમ મુલાકાત છે. તેમણે અશરફ ઘાનીની કામગીરીને બિરદાવી હતી તથા તાલીબાન સાથેની વાટાઘાટો કરવાના પ્રયત્નોને પણ પ્રશંસનીય ગણાવ્યા હતા.

આ પ્રક્રિયામાં અમેરિકાના સહયોગનો તેમણે પુનરૂચ્ચાર કર્યો છે. શ્રી પોમ્પીયોએ કહ્યું કે, અમેરિકાની અફઘાનિસ્તાનમાં લશ્કરી હાજરી દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાલીબાનો સામે લશ્કરી કાર્યવાહીમાં વધુ વ્યૂહાત્મક બન્યું છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન અંગેની નીતિ જાહેર કરી હતી અને તેમાં હવાઈ હુમલાઓ તેજ બનાવવાની હિમાયત કરી હતી. આ માટે અમેરિકાના હવાઈદળના વધુ ત્રણ હજાર સૈનિકો મોકલવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ત્રાસવાદી જૂથો અલકાયદા અને ઈસ્લામિક આતંકવાદી જૂથ દાએશ સામે કાર્યવાહીની પણ જાહેરાત કરી હતી.
ગયા ફેબ્રુઆરી મહિનામાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે તાલીબાનોને રાજકીય ઉકેલ માટે સંઘર્ષ વિરામ જાહેર કર્યો હતો અને તાલીબાનોને રાજકીય કાર્યવાહી માટે માન્યતા આપી હતી. તેમના યુદ્ધ અંગેના ગુનાઓને માફ કરવા પણ તૈયારી દર્શાવી.
આ અંગે વાટાઘાટો માટે પણ તૈયારી દર્શાવી હતી. જાકે આ માટે કોઈ જ પૂર્વશરત નકારી કાઢી હતી. અશરફ ઘાનીએ કહ્યું કે, તાલીબાનો સાથે સાવચેતીપૂર્વક આગળ વધવું જરૂરી છે. ગયા મહિને અફઘાનિસ્તાન સરકાર અને તાલીબાન આતંકવાદી દળો બંનેએ ઈદ ઉલ ફિત્રના કારણોસર એટલે કે રમજાન ઈદ નિમિત્તે સંઘર્ષ વિરામ જાહેર કર્યો, જે સૌપ્રથમવાર બંને વચ્ચે થયેલી સમજૂતીરૂપે ગણી શકાય. જાકે ઈદની રજાઓ અને ત્રણ દિવસના સંઘર્ષ વિરામબાદ ફરી પાછી લડાઈ શરૂ થઈ ગઈ છે.

તાલીબાનોએ કડક ઈસ્લામ કાયદાઓ લાગુ કરવા માટે માગણી કરી અને અશરફ ઘાની સરકાર સામે મોરચો માંડ્યો છે. વાટાઘાટો માટેની અફઘાન સરકારની દરખાસ્ત પણ નકારી કાઢી છે. આ માટે આંતરરાષ્ટ્રીય દળો પાછા ખેંચી લેવાની પૂર્વશરત તાલીબાનોએ મૂકી છે. તાલીબાનો અને અન્ય આતંકવાદી સંગઠનો અફઘાનીસ્તાનની અશરફ ઘાની સરકારને માન્યતા આપતા નથી અને ગેરવાજબી ગણે છે. તાલીબાનોએ બીજી તરફ સીધા જ અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયારી દર્શાવી છે અને અમેરિકાને અફઘાનિસ્તાનના યુદ્ધનું મુખ્ય મથક ગણાવ્યું છે.
અમેરિકાનાં વિદેશમંત્રીની તાજેતરની આ મુલાકાત દ્વારા આ બંને બાબતોમાં આશા જાગી છે. જાકે તાલીબાનોના આતંકવાદી હુમલા ચાલુ જ છે. એટલું જ નહીં મોટાપાયે સામાન્ય માણસોનાં મોત થાય છે. કેટલાક વિસ્તારોમાં તો તેમણે સમાંતર સરકારની રચના કરી દીધી છે. શ્રી પોમ્પીયોએ કહ્યું કે, શાંતિ પ્રક્રિયા અફઘાનિસ્તાનના નેતૃત્વમાં જ હાથ ધરાશે, પરંતુ અમેરિકા અફઘાન પ્રશ્નના ઉકેલ માટે કટિબદ્ધ છે. આ માટે મતભેદો નિવારવાની પ્રક્રિયા માટે પણ અમેરિકાએ તૈયારી દર્શાવી છે. આ માટે પડોશી દેશોનો સહયોગ પણ મળી રહેશે તેમ જણાવ્યું છે. વિદેશમંત્રીની કાબુલ મુલાકાતથી નવેસરથી ઉકેલ આવશે તેમ આશા જાગી છે.
જાકે બીજી તરફ પાકિસ્તાન માટેનો પ્રશ્ન પણ છે. શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગયા મહિને જ અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાનમાં રહેલા તાલીબાની જૂથના વડા મુલ્લા ફઝલુલ્લાહનું મોત થતાં પાકિસ્તાને હાશકારો અનુભવ્યો હતો. જાકે અમેરિકા પાકિસ્તાન દ્વારા સંપૂર્ણ સહકારની ખાતરી માંગે છે.

શ્રી પોમ્પીયોએ અફઘાન પ્રશ્ને સંસદીય ચૂંટણીઓને લગતી બાબતો તથા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીઓની શાંતિપૂર્ણ આયોજનલક્ષી બાબતોની પણ ચર્ચા કરી હતી. છેલ્લે ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણી દરમિયાન પણ રાજકીય લકવાગ્રસ્ત સ્થતિ યોજાઈ હતી.
શ્રી પોમ્પીયોએ સાઉદી અરેબિયામાં આંતરરાષ્ટ્રીય ઈસ્લામિક વિદ્વાનો સાથેની પરિષદમાં પણ ભાગ લીધો હતો, તેમાં પણ તાલીબાનો હિંસા છોડી રાજકીય પ્રક્રિયામાં જાડાય તેની પર ભાર મૂક્યો હતો. ધર્મના નામે થતી હિંસા અને ત્રાસવાદની તેમાં ટીકા પણ કરવામાં આવી હતી. જાકે તાલીબાનોને જેદ્દાહમાં મંત્રણાઓની સાઉદી અમેરિબાયાની દરખાસ્ત પણ નકારી કાઢી અને તેને અમેરિકાનું જ આયોજન ગણાવ્યું. તેમણે કહ્યું કે, તે દ્વારા અમેરિકા અફઘાનિસ્તાન પટના કબજાને વાજબી ઠરાવી રહ્યું છે.

લેખકઃ ડાp.Âસ્મતા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક વિશ્લેષક