પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તેમની સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતો અને સૈનિકોના જીવનમાં પરિવર્તન લાવવા પ્રયાસ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તેમની સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતો અને સૈનિકોના જીવનમાં પરિવર્તન લાવવા પ્રયાસ કરી રહી છે.

આજે પંજાબમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારે ખેડૂતોના હિતમાં ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવોમાં પ્રતિ Âક્વન્ટલે ૨૦૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે.

એવી જ રીતે તેમની સરકારે સૈનિકોની લાંબા સમયથી પડતર વન રેન્ક વન પેન્શનની માંગણી પણ સંતોષી છે. પ્રધાનમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ૭૦ વર્ષમાં કોંગ્રેસે ખેડૂતો માટે કાંઇ કર્યું નથી.

અગાઉ ટ્‌વીટર ઉપર શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પંજાબના ખેડૂતો દેશના કૃષિક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપીને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.

કેન્દ્રિય મંત્રીઓ હરસીમરત કૌર બાદલ, પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને અન્ય મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.