પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે સાડા નવ વાગે સ્વ-સહાય જૂથના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સ્વસહાય જૂથો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે. દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ જીવનધોરણ મિશન, દીન દયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના અને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓને તેમાં આવરી લીધી છે. આ દ્વારા પ્રધાનમંત્રી સીધા લાભાર્થીઓની કામગીરી અંગે વાકેફ થયા છે, તે દૂરદર્શન અને એનઆઈસી વેબકાસ્ટ પર જાઈ શકાશે. કેટલાક લાભાર્થીઓ દારૂબંધી ચળવળ, મકાઈ મૂલ્ય શૃંખલા અને બિહારના તથા છત્તીસગઢના ઈંટ બાંધકામ મજુર છે. આ ઉપરાંત ઝારખંડમાં આમલી મૂલ્ય શૃંખલા સાથે જાડાયેલા લોકો પણ છે. ગ્રામીણ વિકાસમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આકાશવાણીને જણાવ્યું કે, આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ ગરીબી નાબૂદી અને સ્વસહાય જૂથોને મદદનો છે. ૪૫ લાખ જેટલાં સ્વસહાય જૂથોમાં પાંચ કરોડ જેટલી મહિલાઓ જાડાયેલી છે. શ્રી તોમરે કહ્યું કે, સરકારનો હેતુ સ્વસહાય જૂથોને આજીવિકા પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું કે, ગામડાંઓના વિકાસમાં સ્વ સહાય જૂથોની ભૂમિકા મહત્વની છે, તેમાં સ્વચ્છતા મિશનના અમલમાં પણ સહયોગ છે. દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજનામાં ગ્રામીણ વિસ્તારના પાંચ લાખ ૭૦ હજાર યુવાનો જાડાયેલા છે. તેમને તાલીમ આપી છે અને ત્રણ લાખ ૫૪ હજારને રોજગારી મળી છે. સરકાર ગ્રામીણ ભારતમાં લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા આ યોજના હેઠળ પ્રયત્નશીલ છે.