ફિફા વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધામાં આજે રાત્રે રમાનારી બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો થશે.

રશિયામાં રમાઇ રહેલી ફિફા વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધામાં આજે રાત્રે રમાનારી બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો થશે.

આજે રાત્રે સાડા અગિયાર વાગ્યે શરૂ થનારી મેચમાં ઇંગ્લેન્ડ વિજય મેળવીને વર્ષ ૧૯૬૬ પછી વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રથમવાર પહોંચવાની ઇચ્છા ધરાવે છે. બીજી તરફ ક્રોએશિયા હજી સુધી કયારેય ફાઇનલમાં પહોંચી શક્યું નથી. આજની રમતમાં જીતનાર ટીમ આ રવિવારે યોજાનારી સ્પર્ધાની ફાઇનલમાં ફ્રાન્સ સામે રમશે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રમાયેલી પ્રથમ સેમીફાઇનલમાં ફ્રાન્સે બેલ્જીયમને ૧ – ૦ થી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.