મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદનું જાર ઘટતાં પશ્ચિમ રેલવેની રેલસેવા આજે રાબેતા મુજબની થઇ છે.

મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદનું જાર ઘટ્યું હતું. ગઇકાલે પાટા ઉપર પાણી ફરી વળતાં પશ્ચિમ રેલવેની રેલસેવા ખોડંગાઇ હતી તે હવે રાબેતા મુજબની થઇ છે.

અમારા સંવાદદાતા જણાવે છે કે, પાટા ઉપર કેટલાક સ્થળોએ હજી પણ પાણી હોવાથી પશ્ચિમ રેલવેની ગાડીઓ ધીમી ગતિથી ચાલી રહી છે. એવી જ રીતે માર્ગ ઉપરનો વાહનવ્યવહાર સરળતાથી ચાલી રહ્યો છે. જા કે, હવામાન વિભાગે શનિવાર સુધી શહેરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.