સરકારે ઈન્ટરનેટ તટસ્થતા નીતિમાં મુક્ત અને વાજબી ઈન્ટરનેટની હિમાયત કરી.

દૂર સંદેશા વ્યવહાર પંચે ઈન્ટરનેટ પર તટસ્થતા જાળવવા માટેના નિયમોને મંજુરી આપી છે તથા ઝડપ, બ્લોક કરવા જેવી સેવાઓમાં ભેદભાવ પર પ્રતિબંધ ફરમાવ્યો છે તે દ્વારા મુક્ત રીતે અને વિનામૂલ્યે ઈન્ટરનેટ સેવાઓ અંગે નિર્ણય લેવાયો છે. પંચના ચેરમેન અરૂણા સુંદરરાજને પત્રકારોને કહ્યું કે, આ કાર્યક્ષેત્રમાંથી રીમોટ સર્જરી અને ઓટો કારને બાકાત રખાઈ છે. પંચ દ્વારા તેની પર નજર રાખવા માટે સરકારી પ્રતિનિધિઓ ઓપરેટરના પ્રતિનિધિઓ, જાહેર સભ્યો અને અન્યની સમિતિ રચવા જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત પંચે નવી દૂર સંદેશા વ્યવહારની નીતિને પણ મંજુરી આપી છે. હવે મંત્રીમંડળની મંજુરી બાદ તે જાહેર થશે, તેમાં સાડા છ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ૪૦ લાખ લોકોને રોજગારી માટે આયોજન છે. ૨૦૨૨ સુધીમાં દરેક નાગરિકને સેકન્ડના ૫૦ મેગાબીટ વપરાશનો લક્ષ્યાંક જાહેર કર્યો છે.