ગૃહમંત્રી રાજનાથસિંહ આજે ત્રણ દિવસના બાંગ્લાદેશ પ્રવાસે જશે. તેઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓનો સામનો કરવા બાબતે ચર્ચા કરશે.

ગૃહમંત્રી રાજનાથસિંહ આજે ત્રણ દિવસના બાંગ્લાદેશ પ્રવાસે જશે. અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ બાંગ્લાદેશના ગૃહમંત્રી સાથે વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરશે. બંને નેતાઓ સંરક્ષણ, સરહદી વ્યવસ્થાપન, કાયદાકીય પ્રવૃત્તિમાં સહકાર, પ્રવાસન જેવા મુદ્દે ચર્ચા કરે તેવી સંભાવના છે. અધિકારીએ જણાવ્યું કે, બેઠકમાં રોહિંગ્યા મુદ્દે ચર્ચા થાય તેવી પણ ધારણા છે. શ્રી સીંઘ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની મુલાકાત લેશે અનેતેમની સાથે જમ્મુના ફ્યુચર સેન્ટર ખાતે નવનિર્મિત ભારતીય વીઝા અરજી કેન્દ્રનું ઉદ્‌ઘાટન કરશે. ૧૪મી જુલાઈએ તેઓ રાજશાહી જશે અને બાંગ્લાદેશ પોલીસ એકેડમી ખાતે બનેલા બાંગ્લાદેશ-ભારત ફ્રેન્ડશીપ બિલ્ડીંગનું ઉદ્‌ઘાટન કરશે. ૧૫મીએ શ્રી સિંઘ બાંગ્લાદેશના ગૃહમંત્રી સાથે ભારત-બાંગ્લાદેશ ગૃહમંત્રી સ્તરની છઠ્ઠી બેઠકમાં સહ અધ્યક્ષતા કરશે.