ઓડિશામાં પુરી ખાતે વિશ્વ પ્રસિધ્ધ રથયાત્રા પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ પાવન પર્વે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

ઓડિશાના પુરીમાં બહુ પ્રસિદ્ધ વાર્ષિક રથયાત્રા મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે. દર વર્ષે અષાઢ શુકલ પક્ષની બીજે યોજાનાર આયોજન હિન્દુઓના મુખ્ય તહેવારોમાંથી એક છે. દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર  અને બહેન દેવી સુભદ્રાને રથ પર બેસાડીને પુરીના મુખ્ય માર્ગ પર થઈને શ્રી ગુન્ડીજા મંદિર સુધી લાવવામાં આવે છે. જ્યાં ત્રણે દેવતાઓ નવ દિવસ રહે છે અને દરમિયાન તેમને વિશિષ્ટ વ્યંજનો પીરસવામાં આવે છે.