ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે લોર્ડસ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે.

ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે લોર્ડસ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે. નાટીંગહામમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. કુલદીપ યાદવની છ વિકેટ અને રોહિત શર્માના અણનમ ૧૩૭ રનની મદદથી ભારતે ભવ્ય વિજય મેળળ્યો હતો અને શ્રેણીમાં ૧-૦થી આગળ છે. કુલદીપને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ત્રીજી અને અંતિમ મેચ મંગળવારે સાંજે પાંચ વાગે લોડ્‌ર્સ ખાતે રમાશે.