નાટો શિખર બેઠક ૨૦૧૮

ઉત્તર એટલાÂન્ટક સંધિ સંગઠન – નાટોની શિખર બેઠક બ્રસેલ્સમાં મળી ગઈ. સંગઠનના તમામ સભ્ય દેશોના વડાઓએ તેમાં ભાગ લીધો હતો. સંગઠનને નવી દિશા આપવા અથવા નવી નીતીઓનો અમલ કરવાં આ શિખર બેઠક મુખ્ય ઘટના છે. ખાસ કરીને શિતયુદ્ધ દરમિયાન પશ્ચિમ યુરોપિય દેશોની સલામતી માટે રચવામાં આવેલું આ સંગઠન બદલાઈ રહેલી ભૌમિતીક અને રાજકીય પરિÂસ્થતિમાં ખૂબ મહત્વનું છે. અમેરિકા પરના ૯/૧૧ના હુમલા પછી નાટો સંગઠન નવા સલામતિ પડકારોનો સામનો કરી રહ્યું છે. સંગઠનના મૂળમાં તેની પાંચમી કલમ સહિયારા સરક્ષણ જાડાણની છે. તેમાં કહેવાયું છે કે, સંગઠનના કોઈપણ એક સભ્ય પરનો હુમલો તમામ સભ્યો પરના હુમલા સમાન ગણાશે.  શીત યુદ્ધના અંતમાં આ સંગઠનમાં મધ્ય અને પૂર્વ યુરોપના દેશો પણ સભાસદ તરીકે જાડાતાં હવે તેના સિમાડા વિસ્તર્યા છે અને ભૂતકાળના દુશ્મન દેશો પણ મિત્ર બન્યા છે. નાટોનો આ વિસ્તાર વધીને છેક રશિયાની સરહદ સુધી પહોંચી ગયો છે. જે રાષ્ટ્રપતિ પુતિનના શાસનકાળ દરમિયાન બંને પક્ષો માટે સતત નારાજીનો †ોત રહ્યો છે.

નાટો સંગઠન એ સભ્ય દેશોના ભૌતિક અને નાણાકીય †ોતોના એકત્રિકરણ દ્વારા સભ્ય દેશોના સંરક્ષણ અને સંચાલન માટેનો સહિયારો પ્રયાસ છે. સંરક્ષણનો ખર્ચ સહિયારો ભોગવવાનું તેના હાર્દમાં છે. તેમ છતાં જાન્યુઆરી ૨૦૧૭માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી નાટો સંગઠન તમામ ખોટા કારણો માટે યુરોપના રડાર તરીકે જાવાઈ રહ્યું છે.

આ શિખર સંમેલનમાં શ્રી ટ્રમ્પે ૨૦૨૪ માટે નિર્ધારિત બે ટકા જ ખર્ચ લશ્કર પાસે ખર્ચવાની શરત સંગઠને પૂરી કરવી જાઈએ એવો સતત આગ્રહ રાખતાં પરિÂસ્થતિ લગભગ બેકાબૂ બની ગઈ હતી.  શ્રી ટ્રમ્પે જા આ શરત ન માનવામાં આવે તો તેઓ પોતાની રીતે નિર્ણય લેશે એવી ચીમકી પણ આપી હતી. ૨૦૧૬માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ દરમિયાન શ્રી ટ્રમ્પે આ જ રીતે આ યુરોપિય સંગઠન છોડી દેવાની ધમકી આપી હતી. તેના કારણે એક અભૂતપૂર્વ પગલા તરીકે નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કટોકટીનો ઉકેલ લાવવા સભ્ય દેશોના નેતાઓની એક આકસ્મીક બેઠક બોલાવી હતી. એના પગલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જર્મની માટે ગેસ પ્રોજેક્ટમાં રશિયા સાથે સહિયારો ધંધો કરવાના જર્મની પર આક્ષેપ કરીને  તે રશિયાનું ખંડયુ રાજ્ય હોય તે રીતે વર્તવાની કડક ટીકા કરી હતી.

હકીકતમાં તો નાટો શિખર બેઠક દરમિયાન સંગઠન હચમચી ગયું હતું અને અનધિકૃત રીતે તો એવો સવાલ પણ પૂછાવા લાગ્યો હતો કે, યુરોપિયન યુનિયનના પૂર્વના દેશોમાં રશિયામાં વધી રહેલી હાજરીનો સામનો કરવા યુરોપને મદદ કરવાની વચનબદ્ધતાનું પાલન અમેરિકા કરી રહ્યું છે કે કેમ?

આ શિખર બેઠકે શ્રી ટ્રમ્પ અને શ્રી પુતિન વચ્ચે આ સોમવારે મળનારી બેઠક ઉપર પણ ઓછાયો પાથર્યો હતો. નાટો સંગઠન આંતરિક પડકારો અને બોઝ વહેંચી લેવાના મુદ્દે સામનો કરી રહ્યું હોવાનું આ પહેલી વખત નહીં બન્યું. આ મુદ્દો સંગઠન બન્યું ત્યારથી વિવાદમાં રહ્યો છે.

આ માત્ર બજેટ અને સૈન્યના ખર્ચની વાત નથી, પરંતુ બ્રસેલ્સની મડાગાંઠ પણ છે. જેનાથી વચનોની મૂળભૂત બાબતો તથા નવા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્યમાં સંગઠનના શું મૂલ્યો છે તેના તરફ ધ્યાન ખેંચાયું છે. કારણ કે, અમેરિકી રાષ્ટ્રપતિ તેમાની કેટલીક ધારણાઓને પડકારી રહ્યા છે અને ૨૦૧૪માં ક્રિમિયાના જાડાણ પછી અડગ રશિયા પૂર્વ તરફ નજર નાંખી રહ્યું છે. યુરોપને  કોણ બચાવશે અને શું તેણે તેની પોતાની ક્ષમતાઓ વિકસાવવી જાઈએ ? શું ટ્રાન્સ એટલાÂન્ટક સંબંધ આ ફેરફાર સહી શકશે?

અમેરિકામાં નેતૃત્વ પરિવર્તનના કારણે અમેરિકા અને તેના નાટો ભાગીદારો વચ્ચે સહમતિ સધાવાની જરૂરિયાત દેખીતી છે. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તેમના સહયોગીઓની કરાયેલી આકરી ટીકાને કારણે ઘણી અશાંતિ સર્જાઈ છે, જે દર્શાવે છે કે બંને પક્ષે કેટલું મોટું અંતર છે અને આ વિશ્વાસનો અભાવ ફરી રાતોરાત દૂર નહીં થાય.

આ શિખર પરિષદની જાહેરાતે હાલના નાટોની જવાબદારીઓની પુષ્ટી કરી હતી. પરંતુ ેતનાથી નાટો રેડિનેસ ઇનીશીયેટીવ દ્વારા રશિયાન વધતા પ્રભુત્વની પણ સાબિતી છે. રીડીનેસ ઇનીશીયેટીવમાં ૩૦ દિવસના ચાર યોજનાઓમાં ૩૦ યુદ્ધ જહાજાનો સમાવેશ થાય છે. જાકે, શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેમણે સહયોગીઓને વધુ ખર્ચ માટે કહ્યું છે. પરંતુ લેખિતમાં કંઈ નવું દેખાયું નથી. તેને બદલે તેનાથી યુરોપીયન સહયોગીઓ સામે બે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શું છેલ્લા ૭૦ વર્ષની અમેરિકન વિદેશ નીતીનું મુખ્ય પરિબળ – નાટો માટે અમેરિકાની પ્રતિબદ્ધતા અને યુરોપને બચાવવાનું હજી અકબંધ છે?

લેખક પ્રોફેસર ઉમ્મુ સલમા બાવા