પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમની ગઇકાલે રાત્રે સ્વદેશ પરત ફરતાં તેમની ધરપકડ કરવામાં આવી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી અને રાજનૈતિક ઉત્તરાધિકારી મરિયમની ગઇકાલે રાત્રે લાહૌર હવાઈ મથકે ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં ૨૫ જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા ભ્રષ્ટાચારના આરોપસર તેમના ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાન મુÂસ્લમ લીગ નવાઝ પી.એમ. એલ.એન.ના મુખ્ય નેતા નવાઝ શરીફ અને મરિયમ ગઇકાલે અબુ ધાબીથી લાહૌર હવાઈ મથકે સ્વદેશ પરત ફર્યા હતા. આ અગાઉ તેઓ લંડનથી અબુધાબી પહોંચ્યા હતા.

જ્યાં તેમના પત્ની કુલસુમ ગળાના કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા છે. પીએમ.એલ.એન.ના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે જણાવ્યું કે, ધરપકડ બાદ તેમને રાવલપીડીંની અડિયાલા જેલમાં લઈ જવાયા હતા. ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે આ વર્ષે છ જુલાઈએ શ્રી શરીફની ગેરહાજરીમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં લંડનમાં ચાર આલિશાન ફ્લેટ ખરીદવાના ખર્ચાયેલી રકમનો અધિકારિત †ોત આપી ના શકવાના કારણે તેમને સજા સંભળાવી હતી.

મરિયમ નવાઝના પતિ મોહમ્મદ સફદરને પણ આ મુદ્દે સજા સંભળાઈ છે અને તે પણ અડિયાલા જેલમાં છે. જાકે, શ્રી શરીફ ૨૫ જુલાઈની ચૂંટણીમાં નહીં લડી શકે તે પણ રાજનીતિક વિશેષજ્ઞોનું માનવું છે. કે તે પોતાની પાર્ટીની સંભાવનાઓને વધુ સારી બનાવવા માટે સ્વદેશ પરત ફર્યા છે.

દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શ્રી શરીફ અને તેમની પુત્રીના પરત ફરવા સંદર્ભે આયોજિત રેલીઓ દરમિયાન પી.એમ.એલ.એન.ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલી ઘર્ષણમાં પચાસ લોકો ઘવાયા છે. પોલીસે છેલ્લા કેટલાંક દિવસોમાં સુરક્ષા સામે જાખમના આરોપસર છસ્સો કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.