પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે જઇ રહ્યા છે.  આજે તેઓ આઝમગઢ, વારાણસી અને મિરઝાપુર જિલ્લાઓમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરશે. આઝમગઢમાં શ્રી મોદી ૩૪૦ કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલારોપણ વિધિ કરશે. આ માર્ગ પૂર્વ ઉત્તર પ્રદેશનાકેટલાંય મહત્વના અને ઐતિહાસિક નગરો, બારાબંકી, અમેઠી, સુલતાનપુર, ફૈઝાબાદ, આંબોડકરનગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુરને પાટનગર લખનૌ સાથે જાડશે. એક્સપ્રેસ વે પુરો થયા પછી ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડાના શહેર નોઇડાથી લઈ પૂર્વના ગાઝીપુર સહિતનાં અનેક શહેરો રાજધાની દિલ્હી સાથે ઝડપી માર્ગ વડે જાડાઈ જશે.

વારાણસીમાં પ્રધાનમંત્રી ૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કે થનારાં વિકાસકાર્યોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી વારાણસી ગેસ વિતરણ યોજના અને વારાણસી બલીઆ ઇમુ ટ્રેનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પંચકોશી પરિક્રમા માર્ગ તથા સ્માર્ટ સિટી અભિયાન અને નમામિ ગંગે યોજના હેઠળની અનેક યોજનાઓનો પાયાવિધિ કરશે. શ્રી મોદી પવિત્ર નગરી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનું ખાતમૂહૂર્ત પણ કરશે. અન્ય કાર્યક્રમોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસી વિશેના પુસ્તક મેરી કાશીનું વિમોચન કરશે. શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે ખાસ ઉપÂસ્થત રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવતીકાલે મિરઝાપુર જશે અને બાણસાગર કેનાલ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. આ નહેર થવાથી મિરઝાપુર  અને અલ્હાબાદ જિલ્લાઓમાં ખેતીમાં સિંચાઇ સુવિધાઓમાં સારો એવો વધારો થશે.