વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજથી બે દિવસ માટે બેહરીનના પ્રવાસે મનામાં જઇ રહ્યા છે. ત્યાં તેઓ બીજી સંયુક્ત ઉચ્ચાયુક્ત બેઠકમાં બેહરીનના વિદેશમંત્રી સાથે સંયુક્તપણે અધ્યક્ષસ્થાન લેશે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજથી બે દિવસ માટે બેહરીનના પ્રવાસે જઈ રહ્યાં છે. ત્યાં તેઓ મનામામાં યોજાનારી બીજી સંયુક્ત ઉચ્ચાયુક્ત બેઠકમાં બેહરીનના વિદેશમંત્રી સાથે સંયુક્તપણે અધ્યક્ષસ્થાને લેશે. આ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી નવી એલચી કચેરીના સંકુલનું ઉદ્‌ઘાટન કરશે. અને ભારતીય સમુદાયના લોકોની સભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ રાજકીય નેતાઓ સાથે પણ બેઠકો યોજશે. વિદેશમંત્રાલયે જણાવ્યા અનુસાર આ મુલાકાત ભારત અને બેહરીન વચ્ચે સહકારના નવાં ક્ષેત્રો ઓળખવાની તક પૂરી પાડશે.