સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે કહયું છે કે અમેરીકી પ્રતિબંધો છતાં રશિયા સાથે એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ સોદો ચાલુ રહેશે.

સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કહયું છે કે રશિયા પાસેથી સંરક્ષણ સામગ્રી ખરીદવા સામે પ્રતિબંધ મુકયો હોવા છતાં હવાઈ સંરક્ષણ માટેની એસ૪૦૦ ટ્રયુમ્ફ મિસાઈલ ખરીદવા માટેનો રશિયા સાથેનો સોદો યથાવત રહેશે. શ્રીમતી સીતારામને ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપી રશિયા સાથે લશ્કરી સોદા પર ટ્રમ્પ વહીવટીતંત્રે જે પ્રતિબંધો લાદયા છે તે કાયદાનો ઉલ્લેખ કરીને સંરક્ષણ મંત્રીએ કહયું હતું કે અમેરિકાનો કાનુન છે અને રાષ્ટ્રસંઘનો કાનુન નથી તેથી ભારતે મુદૃ અમેરિકા સમક્ષ પોતાની Âસ્થતિ સ્પષ્ટ કરી દીધી છે. ભારતે રશિયાને પણ કહી દીધુ છે કે પાંચમી પેઢીના યુધ્ધ જહાજ વિકસાવવાની નવી યોજનામાં તેને સહભાગી બનાવવામાં નહી આવે અને કદાચ પાછળથી રશિયાને સામેલ કરાશે.