ક્રિકેટમાં આજે લંડનના લોર્ડઝ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમેચ રમાશે.

લંડનના લોડ્‌ર્સ મેદાનમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. બપોરે સાડા ત્રણ વાગે મેચનો આરંભ થશે. ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ જીતી ગયું હતું. આ મેચમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ રમવાનો નથી અને તેના બદલે ક્રીસ વોક્સ રમશે. ઓલીપોપ પણ આ મેચમાં છે. પ્રથમ ટેસ્ટમાં હારને પગલે ભારતીય ટીમમાં ફેરફાર કરાયા છે. ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા ફરીથી સમાવાયા છે.