ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધો અંગે ભારતનું મૂક વલણ

અમેરિકાએ સંયુક્ત સર્વગ્રાહી કાર્ય યોજના – જાઈન્ટ કોમ્પ્રીફેનશીવ પ્લાન ઓફ એક્શન – જે.સી.પી.ઓ.એ.માંથી મે ૨૦૧૮માં પોતાનું નામ પાછું ખેંચી લેતાં અને ઈરાની પેટ્રોલીયમ કંપનીઓ પર છ ઓગસ્ટથી પ્રતિબંધો ફરીથી લાદવાના કારણે વૈશ્વિક સ્તરે ઈરાન પરમાણુ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. જે.સી.પી.ઓ.એ.ા અન્ય સભ્યો બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન અને જર્મનીએ કરાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે, પરંતુ તેમની પર કરારમાંથી ખસી જવા અને ઈરાન સાથે આર્થિક વ્યવહારો બંધ કરવા અમેરિકાનું તીવ્ર દબાણ છે. અમેરિકા દ્વારા ઈરાન સાથે વેપાર સંબંધો રાખનારા દેશો પર બીજા સ્તરના પ્રતિબંધો લાદવાની અમેરિકાની ચીમકીના કારણે જેસીપીઓએના સભ્યો ઉપરાંત ભારત સહિત ઈરાન સાથે વ્યાપક વેપાર ધરાવતા અન્ય દેશો પણ ચિંતાગ્રસ્ત બન્યા છે.

ભારત, ઈરાન સાથે રાજનૈતિક આર્થિક અને વ્યુહાત્મક ગાઢ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. ૨૦૧૭-૧૮માં ભારતના કુલ ઓઈલ આયાતના સાત ટકા જેટલી ઓઈલ આયાત ઈરાનથી કરાઈ છે, જે ભારત-ઈરાન વચ્ચેના નોંધપાત્ર ઉર્જા જાડાણનો પુરાવો છે. ઈરાનથી થયેલી કુલ આયાતમાં ૮૩ ટકા હિસ્સો ઓઈલ આયાતનો છે, જેની કિંમત ૯.૨૩ અબજ અમેરિકી ડોલર છે. સાઉદી અરેબિયા, ઈરાક, ઓસ્ટ્રેલિયા અને નાઈજીરીયા બાદ ઈરાન ઉર્જા સ્રોત પૂરો પાડતો પાચમો દેશ છે. ઉપરાંત મે-૨૦૧૦માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનની લીધેલી મુલાકાત અને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રોહાનીએ લીધેલી ભારતની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધો વધુ મજબુત બન્યા છે. અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટે વૈકÂલ્પક માર્ગ આપ્યા બાદ ઈરાન ભારત માટેનું મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર બની રહ્યું છે. ભારતે ઈરાનના ચાબહાર ખાતે શાહિદ બેહેસ્લી બંદરના વિકાસમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

ચાબહાર બંદર પર્સીયન આયાતના મુખ્ય પ્રદેશનાં વ્યૂહાત્મક સ્થાને આવેલું છે. ભારતે આ બંદરના વિકાસ માટે જા ૨૦૧૫માં ઈરાન સાથે કરાર કર્યા હતા. અફઘાનિસ્તાનમાં ભારતીય માલ-સામાનની હેરફેર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈરાન મુલાકાત દરમ્યાન ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય કરારો કરાયા હતા. ડિસેમ્બર-૨૦૧૭માં ચાબહાર બંદરના પ્રથમ તબક્કાના ઉદ્‌ઘાટન પ્રસંગે ભારતના વહાણવટા મંત્રી રાધાક્રિષ્નને હાજરી આપી હતી. ચાબહાર બંદરના ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય બંદરો તથા શિપીંગ કંપનીની સહભાગીતા માટેના ઈરાનની યોજનામાં પણ ભારતે રસ દાખવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે.સી.પી.ઓ.એ.માંથી ખસી જવાના નિર્ણય જાહેર કર્યા બાદ ભારતના વિદેશી બાબતોના મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, ભારત-ઈરાનના સંબંધો પર ત્રીજા પક્ષનો પ્રભાવ પડશે નહીં. જાકે અમરેકિાના રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત નીકી હેલીએ તેમની ભારત મુલાકાત દરમ્યાન ઈરાન સાથે ઓઈલ આયાત વ્યવહાર બંધ કરવા જણાવ્યું હતું.

ટ્રમ્પ વહિવટીતંત્રે આઠ નવેમ્બર ૨૦૧૮ સુધીમાં તમામ દેશોએ ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ કરી દેવાની વાત જાળવી રાખી છે અને આમ નહીં કરાય તો બીજા સ્તરના પ્રતિબંધોની ચીમકી આપી છે.

ભારતના પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, જાહેર ક્ષેત્રની કે ખાનગી તેમ કંપનીઓને ઈરાનમાંથી ઓઈલ આયાતમાં ઘટાડો કરવાના કોઈ નિર્દેશ અપાયા નથી.

અમેરિકી જે.સી.પી.ઓ.એ.માંથી ટેકો પાછો ખેંચી લીધા બાદ ઊભી થઈ રહેલી પરિÂસ્થતિ પર બારત સતત નજર રાખી રહ્યું છે અને દેશની ઉર્જા અને સુરક્ષા જરૂરીયાતોને ધ્યાને લીધા બાદ જ ઈરાન પાસેથી ઓઈલ આયાત ઘટાડા અંગે કોઈ નિર્ણય લેવાશે. ગત મહિને રાજ્યસભામાં પ્રશ્નના જવાબમાં વિદેશી રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંઘે જણાવ્યું હતું કે, દેશની ઊર્જા સુરક્ષા સહિતના રાષ્ટ્રીય હિતોને અસર કરતી તમામ બાબતો પર ભારત સતત દેખરેખ રાખી રહ્યું છે અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે ભારત તમામ જરૂરી પગલા લેશે.

અમેરિકાનો જે.સી.પી.ઓ.એ.માંથી ખસી જવાનો અને પ્રતિબંધો ફરી લાદવાનો નિર્ણય ભારતીય મુત્સદ્દીગરી માટે કટોકટીનો મુદ્દો છે.

ભારત માટે ઈરાન સાથેની સહભાગીતા મહત્વની છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. બદલાઈ રહેલા બૃહદ ભૌતિક-રાજકીય પરિપ્રેક્ષ્યના આધારે ભારત નિર્ણય લેવો રહ્યો.

નિકિતા શાહ, જતિન કામદાર

લેખકઃ- ડાp.મોહમ્મદ મુદ્દસ્સર કોમર