અફઘાનિસ્તાનમાં આત્માઘાતી બોંબ હુમલામાં ૩૨ જણાનાં મોત

અફઘાનિસ્તાનમાં નંગરહાર પ્રાંતમાં પોલીસ કમાન્ડરને દૂર કરવાની માંગ કરતાં ટોળામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી ૩૨ જણા માર્યા ગયા છે. અને ૧૨૦ જણાને ઇજાઓ થઈ છે.

ગવર્નરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિરોધીઓ પોલીસ કમાન્ડર બિલાલ પાસાને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા. તેની સામે અંગત જેલ રાખવાનો, લૂંટ અને આડેધડ મોત કરવાનો આરોપ છે.

વિરોધીઓ ભેગા થયા હતા તે તંબુમાં જ આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જાકે, હજી સુધી કોઈપણ જૂથે આ અંગે દાવો કર્યો નથી.