સ્વચ્છતા એ જ સેવા અભિયાનમાં સૌને ભાગ લેવા પ્રધાનમંત્રીનો અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જાડાવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું છે.

શનિવારથી શરૂ થઈ રહેલા અભિયાન અંગે ટ્‌વીટ અને વીડિયો સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે, આ અભિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટેની ઉત્તમરીત છે. બીજી ઓક્ટોબરથી ગાંધીજીના ૧૫૦મી જયંતી સમારોહનો શુભારંભ થશે અને સ્વચ્છ ભારત મિશનના ચાર વર્ષ પૂરા થવાનો પ્રસંગ થશે.

શ્રી મોદીએ જણાવ્યું કે, બાપુના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા આ એક ઐતિહાસિક જન આંદોલન છે. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જાડાતા સર્વે લોકોનું અભિવાદન કરતાં જણાવ્યું કે, શનિવારે સવારે બધા દેશવાસીઓ ભેગા મળીને સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરશે.

તેમણે કહ્યું કે, આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન્ને સફળ બનાવવા માટે મહેનત કરનારા લોકોને મળવા ખૂબ ઉત્સાહીથી રાહ જાઈ રહ્યા છે.