ખેડૂતોને વળતરરૂપ ભાવો મળે તે માટેના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાનને કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રી મંડળે નવી અમ્બ્રેલા Âસ્કમ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન, પીએમ-આશા યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત અંદાજપત્રમાં જાહેર કર્યા મુજબ ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. નવી દિલ્હી ખાતે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી રાધામોહનસિંઘે જણાવ્યું કે, સરકારની ખેડૂત લક્ષી આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોના કલ્યાણની દિશામાં પગલાં લેવાનો છે.

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ પેટ્રોલમાં મિશ્રિત કરવા શેરડીના રસમાંથી સીધા ઉત્પન્ન થતા ઈથેનોલના ભાવમાં ૨૫ ટકા વધારાને મંજૂરી આપી છે.