દેશભરમાં ગજાનન ગણપતિનો જન્મ દિવસ. ગણેશચતુર્થી ભ ક્તભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે.

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. આ દિવસને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલશે અને ભગવાન ગણેશની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થશે. ગણેશોત્સવ અન્ય રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આજે સમાજના બધા વર્ગોના લોકો પરંપરાગતરૂપે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ ગણેશ ઉત્સવ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.