પ્રધાનમંત્રીએ જણાવ્યું છેકે, સબકા સાથ સબકા વિકાસએ માત્ર સૂત્ર નહીં પરંતુ દરેક ભારતીયનો વિકાસ મંત્ર છે. દેશના વિકાસ માટે પ્રયત્નો ચાલુ રાખવા પક્ષના કાર્યકરોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સબકા સાથ સબકા વિકાસ એ માત્ર સૂત્ર નથી, પરંતુ દરેક ભારતીયનો વિકાસ મંત્રી છે. બીજા રાજકીય પક્ષો મત બેન્કની રાજનીતિ કરે છે, ત્યારે ભાજપ તમામને તક મળે તેની ફિકર કરે છે. ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને ચાર વર્ષમાં વધુ ગતિશીલ બન્યું છે.

આજે પશ્ચિમ અરૂણાચલ, ગાઝીયાબાદ, હજારીબાગ, જયપુર ગ્રામીણ અને નવાડા સંસદીય મતવિસ્તારોમાં ભાજપના કાર્યકરોને મેરા બૂથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ હેઠળ તેમણે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના તેજસ્વી લોકો એક જ પરિવાર પાછળ ફના થયા છે. ભાજપમાં લોકોનું કામ બોલે છે એટલે તમામ કાર્યકરો વિકાસ કાર્યમાં જાડાય. ભાજપના કાર્યકરોના કામના કારણે લોકો તેને ટેકો આપે છે, ભાજપના મૂળ મજબૂત છે અને પક્ષ દેશના વિકાસમાં કામ કરતો રહેશે.