વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ રશિયાની બે દિવસની યાત્રાએ રવાના થયા. ભારત – રશિયા આંતર સરકાર પંચની બેઠકમાં હાજરી આપશે.

વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ આજે રશિયાના બે દિવસના પ્રવાસે રવાના થશે. તેઓ ભારત રશિયા આંતર સરકાર પંચની બેઠકમાં હાજરી  આપશે. રશિયા સંઘના નાયબ પ્રધાનમંત્રી યુરી બોરીસોવ પણ તેમાં હાજર રહેવાના છે. આ પંચની બેઠક દર વર્ષે મળે છે અને તેમાં દ્વિપક્ષી સહકાર, વેપાર, મૂડીરોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સાંસ્કૃતિક બાબતો પર વિચારણા થયા છે તે દ્વારા નીતિ વિષયક ભલામણ કરવામાં આવે છે. ગયા ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં આ બેઠક યોજવામાં આવી હતી.