ઇન્દોર ખાતે દાઉદી વહોરા સમુદાય દ્વારા યોજાયેલ ઇમામ હુસૈનની શહાદતની ઉજવણી –આશરા મુબારકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં વસુધૈવ કુટુંમ્બકમ અને સૌને સાથે લઇને ચાલવાની ભાવના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતમાં વસુધૈવ કુટુંમ્બકમ અને સૌને સાથે લઇને  ચાલવાની ભાવના છે. આજે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે દાઉદી વહોરા સમુદાય દ્વારા યોજાયેલ ઇમામ હુસૈનની શહાદતની ઉજવણી –આશરા મુબારકમાં સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજ અને તેની વિરાસત દેશને અન્યથી જુદો પાડે છે. તેમણે કહ્યું કે, ભારતીયોને તેમના ભૂતકાળનું ગૌરવ છે, તેઓ તેમના વર્તમાનમાં વિશ્વાસ ધરાવે છે અને તેમના તેજસ્વી ભાવિમાં વિશ્વાસ રાખે છે. શ્રી મોદીએ કહ્યું કે, ઇમામ હુસૈન શાંતિ અને ન્યાય માટે શહિદ થયા હતા અને તેમણે અન્યાય  સામે અવાજ ઉઠાવ્યો હતો.