ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આજે સર્બિયા, માલ્ટા અને રોમાનીયા એમ ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થશે.

ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આજે સર્બિયા, માલ્ટા અને રોમાનીયા એમ ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થશે. સાત દિવસના આ પ્રવાસ દરમ્યાન શ્રી નાયડુ પ્રથમ સર્બિયા પહોંચશે, જ્યાં તેઓ ત્યાંના પ્રમુખને મળશે.

ગઈકાલે નવી દિલ્હી ખાતે પત્રકારોને માહિતી આપતા વિદેશ બાબતોના સંયુક્ત સચિવ ડાp.અંજુકુમારે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિની મુલાકાત દરમ્યાન કૃષિ-પ્રવાસન સહિત કેટલાક કરારો પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે.

શનિવારે શ્રી નાયડુ માલ્ટા પહોંચશે અને માલ્ટાના પ્રમુખને મળી પરસ્પર હિતોના મુદ્દે ચર્ચા કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક જાડાણ વધારવા પર વિચાર-વિમર્શ કરાશે.

પ્રવાસનના છેલ્લા તબક્કામાં ઉપરાષ્ટ્રપતિ ૧૮ તારીખે રોમાનીયા જશે.