જગતજનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ આજથી દેશભરમાં ધાર્મિક હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે.

જગતજનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ આજથી દેશભરમાં ધાર્મિક હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી જ દુર્ગા મંદિરમાં લોકો પૂજા માટે ઉમટ્યા છે. રાજધાની દિલ્હીમાં કાળકાજી, ઝંડેવાલાના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જાવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરાત્રી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. ટ્‌વીટર પર શ્રી મોદીએ શÂક્તસ્વરૂપા મા દુર્ગા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના કરી છે.